
મુખ્ય ગેટ (પ્રવેશ દ્વાર)
આ દરવાજો ગઢપુર મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર છે. આ દરવાજો આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજની આજ્ઞાથી સ.ગુ.મોટા યોગાનંદસ્વામીના શિષ્ય સ.ગુ.સ્વ.રઘુનાથચરણદાસજી એ બનાવરાવ્યો છે.

ગઢપુરનું મંદિર સ્વયં બનાવતા શ્રીહરિ
આ મંદિર માટે સંતહરિભકતોએ, શ્રીજી મહારાજે પોતાના સોનેરી પાઘઉપર પથ્થર ઉપાડયા છે. આ મંદિરના પાયામાં મુલમાને પથ્થર નાખ્યો હતો તેને શ્રીજી મહારાજ અંતકાળે તેડવા આવ્યા હતા.

મુખ્ય મંદિર
આ મંદિરનું ખાતમુહૂત વિ.સંવત ૧૮૮૧ના જેઠસુદ ૮મે શ્રી હરિએ સ્વહસ્તે કર્યું પછી દાદાએ પૂછયુ મંદિર કેવું થશે ? પછી શ્રીજી મહારાજે દાદા ખાચરને રાત્રે બે વાગ્યે બોલાવીને સોનાનું મંદિર બતાવ્યું હતું અને તેને અદ્રશ્ય કરી દીધુ હતુ તેવા જ આકારનું બે માળનું સુંદર આ મંદિરનું નિર્માણ થયેલ.

શ્રી ગોપીનાથજી મહારાજનું સ્વરુપ બનાવતા શ્રીહરિ
દરબારગઢમાં વાસુદેવ નારાયણના ઓરડાની પાસેના ઓરડામાં ભગવાન શ્રીહરિ પોતાના અંગે અંગનું માપ આપી શ્રી ગોપીનાથજી મહારાજની મુર્તિ નારાયણજીભાઇ પાસે કરાવે છે.

પ્રતિષ્ઠાની આરતી ઉતારતા શ્રીહરિ
અષાઢી સંવત ૧૮૮પ વિક્રમ સંવત ૧૮૮૪ આસો સુદ ૧૨ના રોજ સ્વયં શ્રીહરિ શ્રી ગોપીનાથજી મહારાજ
અને શ્રી રાધીકાજીની પ્રતિષ્ઠાની આરતી ઉતારે છે. આસો સુદ ૧૨ એટલે શ્રી હરિનો શ્રી ગોપીનાથજી મહાચરાજના રુપે અર્ચાવતારનો પ્રાગટય દિન.
અને શ્રી રાધીકાજીની પ્રતિષ્ઠાની આરતી ઉતારે છે. આસો સુદ ૧૨ એટલે શ્રી હરિનો શ્રી ગોપીનાથજી મહાચરાજના રુપે અર્ચાવતારનો પ્રાગટય દિન.

શ્રી હરિકૃષ્ણમહારાજ
શ્રી ગોપીનાથજી મહારાજની બાજુમાં આ શ્રીહરિકૃષ્ણ મહારાજની મુર્તિ છે. તે શ્રી મોટીબા (જીવુબા) એ શ્રીરઘુવીરજી મહારાજને હસ્તે સં. ૧૯૧૬ ફાગણ સુદ-પ ના રોજ પધરાવી છે.

શ્રી વાસુદેવનારાયણ, શ્રીધર્મદેવ, શ્રી ભકિતમાતા
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌ પ્રથમ શ્રી વાસુદેવ નારાયણની મુર્તિ શ્રીહરિના સંકલ્પથી શ્ર્વેતદિપના મુકતો લાવેલા તે પ્રથમ દરબારગઢમાં પધરાવી હતી પછી મંદિરમાં અહિં ધર્મપિતા ત્થા ભકિતમાતાની મૂર્તિની સાથે શ્રીજી મહારાજે સ્વહસ્તે પધરાવી છે.

શ્રી લાલજી મહારાજ
આ શ્રી લાલજી મહારાજનું પુજન મોટીબા તથા લાડુબા કરતા હતા ત્યારે એભલ ખાચરે પૂજા કરવાની ના કહી અને કહ્યું મને પરચો બતાવે તો હું માનું. ત્યારે મોટીબાએ આ લાલજી મહારાજને દૂધ ધરાવ્યું તે દુધ લાલજી મહારાજ પી ગયા અને એભલ ખાચરના પગમાં કટોરાનો ઘા કર્યો તેવા પ્રસાદીના લાલજી મહારાજ આજે ધર્મભકિત પાસે સોનાના સિંહાસનમાં બિરાજે છે.

શ્રી સૂર્યનારાયણ, શ્રીકૃષ્ણ, બળદેવજી, રેવતીજી
આ ખંડમાં પહેલા એકલા સૂર્યનારાયણ ભગવાન સાત મુખવાળા ઘોડાના રથમાં બિરાજમાન હતા. શ્રી રઘુવીરજી મહારાજે આ ખંડમાં શ્રીકૃષ્ણ શ્રી બળદેવજી, શ્રી રાધીકાજીની મુર્તિ સંવત ૧૯૧૬માં પધરાવેલી છે. અને શ્રી સૂર્યનારાયણના રથ આનંદભુવનમાં પધરાવેલો છે.

શ્રી ગણપતિજી
આ ચતુર્ભુજ ગણપતિની મૂર્તિ શ્રીજી મહારાજે સ્વયં પ્રસ્થાપિત કરી છે. આ મૂર્તિ શ્રી સૂર્યનારાયણના દેરાને અડીને પૂર્વાભિમુખે આવેલી છે.

શ્રી હનુમાનજી
શ્રી ધર્મદેવના દેરા પાસે આ શ્રી હનુમાનજીની મુર્તિ શ્રીજી મહારાજે સ્વયં પધરાવી છે.

સુખશૈયા
આ સુખશૈયાના પલંગમાં શ્રીજી મહારાજ સુખશાંતિપૂર્વક એકાંતમાં પોઢતા અને આ પલંગમાં શ્રીજી મહારાજની મૂર્તિ છે તે શ્રીજી મહારાજની પ્રસાદીની છે.

શ્રી સંકટહર હનુમાનજી
સુખશૈયાના દરવાના પાસે શ્રીજી મહારાજે પોતાના હસ્તે હનુમાનજી પધરાવી પોતે આરતી ઉતારી છે.

ચાખડી
આ શ્રીજી મહારાજની પ્રસાદીની ચાખડી છે. ફરતી રુપેરી ઘુઘરીઓ છે. તેના અવાજની લકોને સમાધી થતી હતી. તે સવં હરિભકતોના દર્શન માટે સુખશૈયામાં પધરાવેલી છે.

શ્રી ગણપતિજી
આ ગણપતિજીની ભવ્ય મૂર્તિ શ્રી ગોપીનાથજીદેવના મંદિરમાં પ્રદક્ષિણામાં પધરાવવામાં આવી છે.

શ્રી હનુમાનજી
શ્રી ગોપીનાથજીદેવના મંદિરની પ્રદક્ષિણામાં મુખ્ય દરવાજા તરફ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીની ભવ્ય મૂર્તિ પધરાવેલ છે.

ચરણાર્વિંદ ગોખમાં
પ્રદક્ષિણાના આ ગોખમાં શ્રીજી મહારાજ ઘણીવાર બીરાજમાન થયેલા અને અનેક ચમત્કારો બતાવેલા છે. શ્રી રામપ્રતાપભાઇને ચતુર્ભુજ રુપે શ્રીજી મહારાજે આ ગોખમાંથી દર્શન આપેલ છે. ત્યાં ચરણાર્વિંદ છે.

પ્રસાદીના સિંહ
મુખ્ય મંદિરના દરવાજામાં પ્રવેશતા ડાબી બાજુ અને જમણી બે બાજુ પથ્થરના સિંહ શ્રી હરિએ પાસે બેસી કોતરાવેલા છે. શ્રીહરિને આખમાં કાંકરી પડતા સિંહ ઘડનાર કડિયાએ કાઢી તેને નૃસિંહરુપે દર્શન આપેલા આ બને સિંહ ઉપર શ્રીહરિ બિરાજેલા છે ને માથે હાથ પણ મુકેલ છે.

શ્રી ઘનશ્યામ મહારાજ
પ્રદક્ષિણાના આનંદભુવનમાં આ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રેમી હરિભકતોના દર્શન માટે પધરાવી છે. તે શ્રીજી મહારાજું બાળસ્વરુપ છે. આ આનંદ ભુવનમાં શ્રીજી મહારાજની પ્રસાદીની વસ્તુનો સંગ્રહ છે.

પ્રસાદીના પૈસા
શ્રીજી મહારાજને દર્શને ગઢપુરમાં દેશોદેશથી હરિભકતો આવતા અને શ્રીજી મહારાજને રૂપિયા ભેટ ધરતા આ રૂપિયા પ્રસાદીના જાણી આનંદભુવનમાં ઘનશ્યામ મહારાજ પાસે રાખ્યા છે.

પ્રસાદીના થાળી,વાટકો,જળ
આ ચિત્રમાં પ્રસાદીની થાળી, વાટકો અને ચંબુ છે એનો શ્રીજી મહારાજ જમતી વખતે ઉપયોગ કરતા તેથી અમુલ્ય પ્રસાદીના જાણી આનંદભુવનમાં હરિભકતોના દર્શન માટે રાખેલ છે. સાથે બોકસમાં મોટીબાએ શ્રી લાલજી મહારાજને દુધ આપેલ તે કટોરો છે.

પ્રસાદીના શસ્ત્રો
આ ચિત્રમાં જે બે તલવાર છે તેમાં એક મહાશુરવીર શ્રીજી મહારાજના અંગરક્ષક ભગુજીની છ જે તલવાર ખબડમતારોને જનોઇવાઢ ઘા મારીને કાપી નાખ્યો હતો, તે તલવાર છે. અને બીજી તલવાર ખબડમતારની છે. ઉપર જે લોખંઠનો શિરટોપ છે તે શ્રીજી મહારાજની પ્રસાદીનો છે. અને સાથે શ્રીજી મહારાજે જુદા જુદા વખતે શસ્ત્રો ધરેલા તે પ્રસાદીનાં છે.

શ્રીહરિની મોજડી
શ્રીજી મહારાજ જયારે સત્સંગમાં જીવોના કલ્યાણાર્થે વિચરણ કરતા ત્યારે પ્રેમી ભકતો અતિભાવથી પોતાની કલાકારીગરી કરીને પોતાના ઇષ્ટદેવ માટે મોજડી સીવડાવીને આનંદ અનુભવતા. તે પ્રસાદીની મોજડી.

પ્રસાદીના ચરણાર્વિંદ
તેહ સારુ છાપી દીધાં ચરણ રે, જે છે મોટાં સુખના કરણ રે,
ચરણ ચિંતવે ચિહન સહિત રે, વળી પૂજે કોઇ કરી પ્રીત રે,,
પોતાના ભકતો ઉપર રાજી થઇ શ્રી હરિએ વસ્ત્ર અથવા કાગળ ઉપર પોતાના ચરણ કંકુવડે
કરીને પાડી આપ્યા તે પ્રસાદીના આ ચરણાર્વિંદ છે.
ચરણ ચિંતવે ચિહન સહિત રે, વળી પૂજે કોઇ કરી પ્રીત રે,,
પોતાના ભકતો ઉપર રાજી થઇ શ્રી હરિએ વસ્ત્ર અથવા કાગળ ઉપર પોતાના ચરણ કંકુવડે
કરીને પાડી આપ્યા તે પ્રસાદીના આ ચરણાર્વિંદ છે.

પ્રસાદીની વસ્તુ
આ ચિત્રમાં શ્રીહરિની પ્રસાદીની માળા, બેરખા, મણકા, દાતણ કેરીની ગોટલી આદિ શ્રી હરિના ઉપયોગમાં આવેલી વસ્તુ છે.

શ્રીહરિના નખ,કેશ
આ ભગવાનશ્રી સ્વામિનારાયણના નખ કેશ છે. તે નિર્ગુણ છે. જેના સ્પર્શના પાણીથી ગમુ તેવા રોગી પણ સારા થઇ જાય છે. એવા શ્રી હરિના પોતાના નખકેશ છે. સાથે શ્રી કુશળકુંવરબાએ આપેલ પ્રસાદીનો મુગટ છે.

સંપ્રદાયની પ્રથમમૂર્તિ
સ્વામિનારાયણ સંપ્રદાયની સૌ પ્રથમ મૂર્તિ કચ્છના નારાયણજીભાઇ બનાવતા હતા ત્યારે ઓશિકા નીચે રાખીને સૂતા. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, આ મૂર્તિમાં મારો સાક્ષાત વાસ છે. માટે ઓસીકા નીચે મુકાઇ નહી.

શ્રીહરિએ ધારણ કરેલ ટોપી
આ ચિત્રમાં મહારાજનો પ્રસાદીનો જામો, સુરવાળ, ટોપીઓ વગેરે છે. શ્રીજી મહારાજ જુદા જુદા ઉત્સવો ઉપર આવા વસ્ત્રો ધારણ કરતાં તે વસ્ત્રો ધારણ કરીને હરિભકતોને પ્રસાદી તરીકે આપ્યાં હતાં તે આનંદ ભુવનમાં પધરાવ્યા છે.

સંગીત સાધન
આ ચીત્રમાં શ્રીજી મહારાજે સ્પર્શ કરેલી અને પ્રેમાનંદ સ્વામી ત્થા મુકતાનંદ સ્વામીએ વગાડેલી સારંગી પ્રસાદીની છે, શ્રીજી મહારાજ જયારે દેશ દેશના હરી ભકતોની સભા કરી બીરાજતા ત્યારે સંતો આ વાંજીત્રો લઇ કિર્તન કરતા.

ચોકમાં છત્રીની જાયગા (ઉતારા)
મંદિરના ચોકમાં આ જગ્યાઅ. મુકતાનંદ સ્વામી આદિ સંતોના આસન હતા. તે જગ્યાએ આ છત્રી કરેલી છે. અહીં શ્રીહરિએ સૌ પ્રથમ વચનામૃત કહેલું તથા સ.પ્ર.પ્ર. ૨પ, ૨૭, પ૮, ૬૦, ૬૭ ગ.મ.૧૯ આ વચનામૃતો પણ કહેલા છે.

છત્રી
અહી શ્રી દાદા ખાચરનાં બહેન પાંચુબાના ઓરડા હતા ને તેમાં શ્રીજી મહારાજ જમવા પધારતા અને એક વખત શ્રીજી મહારાજે દહીનું વલોણું કરેલું છે. તેવા મહાનપ્રસાદીના સ્નાન ઉપર છત્રી કરાવી શ્રીજી ચરણ પધરાવેલ છે.

શ્રી લીંબુતરુ
લીંબુતરુ દરબારગઢના ચોકમાં એભલ ખાચરે રોપેલો છે જેની નીચે સાક્ષાત્ શ્રીહરિએ અનેક લીલાઓ કરી છે. અને ગઢડા પ્રથમનું વચનામૃત ૧૪,૩૨, (બીજી સભા) ૩પ, ૩૬, ૩૭, ૩૯, ૪૦, ૬૮, ૪૦, ૪૧, ૪૨, ૪૪, ૪૭, ૪૮, ૪૯, ૬૧, ૬૮, ૭૪, ૭પ અને ગઢડા મધ્યનું ૧૧ આદિ અનેક વચનામૃતો કહેલ છે.

આથમણાબારના ઓરડા
શ્રીજી મહારાજે પોતે આથમણા ઓરડા, પાસે રહીને ચણાવ્યા છે. અને પોતે પણ કોઇ વાર ગાર કરતા અને નળિયા આપતા હતા. આ પ્રસાદીનો દરબારગઢ છે. અને શ્રીજી મહારાજે અહીં ઘણી વાર સંત-હરિભકતોની સભા ભરી છે. અને ૩૪ વચનામૃતોનું પાન કરાવ્યું છે આ ઓરડાને બંને બાજુ ઓસરી છે.

ઉતરાદાબારના ઓરડા
આ ઉત્તરાદા બારનાં ઓરડામાં શ્રીજીમહારાજ ઘણીવાર સભાઓ કરતાં. અહીં છાશ પણ તાણી છે. આ ઓરડાની ઓસરીએ પગથિયાં પાસે ઉગમણી જે થાંભલી છે ત્યા બેસીને શ્રીજી મહારાજે ગ.મ. ૧૩ તથા ૩૧ વચનામૃત કહ્યું છે. આ ઓરડામાં વાસુદેવ નારાયણનો ઓરડો છે.

ઉગમણાબારના ઓરડા
આ ઉગમણા બારના ઓરડા શ્રીજી મહારાજે પોતે, સાથે રહીને બંધાવેલ છે, તેનું વાસ્તુ પણ પોતે કરાવ્યું હતું એક ઓરડામાં મોટીબા રહેતાં હતા. આ ઓરડામાં અતિશ્ર્વેત એવું તેજ બતાવ્યું હતુ તે તેજ જોઇ ભકતો આશ્ર્ચર્ય પામ્યા હતા. સાથેના ઓરડામાં લાડુબા રહેતાં હતા.

રંગત પાટ
આ રંગત પાટ દાદાખાચરના કારભારી હરજી ઠકકરના માતુશ્રી જાનબાઇના આગ્રહથી સુરત બંદરેથી વહાણમાં ભાવનગર લાવી ત્યાં ગાડામાર્ગે ગઢપુર લાવી કાયમી સંભારણા તરીકે હરજી ઠકકરે શ્રીજી મહારાજને ભેટ ધરેલી છે. જેમાં શ્રીહરિ અનેક વાર બિરાજયા છે. આ રંગતપાટ વાસુદેવ નારાયણના ઓરડામાં છે.

ખાટ
આ ચિત્રમાં મહામુકત દાદાખાચરના દરબારગઢમાં સુંદર સાંકળોવાળો પ્રસાદીનો ઢોલિયો ઉગમણા દ્વારના ઓરડામાં રાખેલ છે. આ મનોહર ઢોલિયે બેસી શ્રીજી મહારાજે ઘણી વખત કથાવાર્તા કરેલી છે.

ખાટ
આ ચિત્રમાં જે હીંડોળાપલંગ દેખાય છે તે દાદા ખાચરના દરબારગઢમાં ઉગમણા દ્વારના ઓરડામાં છે. આ પલંગમાં શ્રીજી મહારાજઘણી વખત પોઢેલા હતા

અક્ષર ઓરડી
પ્રગટ પરબ્રહ્મશ્રી સ્વામિનારાયણ ભગવાને દરબારગઢમાં એકાંત જગ્યામાં આ ઓરડીમાં
કાયમી નિવાસ કર્યો તેથી આ ઘર અતિ અલૌકિક છે અહિ વચનામૃતો કહ્યા છે.
કાયમી નિવાસ કર્યો તેથી આ ઘર અતિ અલૌકિક છે અહિ વચનામૃતો કહ્યા છે.

ગંગાજળીયો કુવો
આ ગંગાજળીયો કુવો શ્રીહરિએ પાર્ષદો પાસે ખોદાવયો હતો તે અક્ષરઓરડી પાસે આવેલો છે ને આ કૂવાના પાણીથી શ્રીજી મહારાજ સ્નાન કરતા હતા અહીં ગ.મ.નુ.૬૭ મું વચનામૃત કહ્યું છે.

શ્રી નારાયણ લહેરી કુવો
શ્રી હરિએ ગઢપુર મંદિરના પાયા પાતળ પાયા કર્યાં છે. મંદિર ચણતા વખતે નીચે આવેલ પાણીનો આ કૂવો તે નારાયણ લહેરી કુવાના નામથી ઓળખાય છે. તે મંદિર નીચે ઓફિસના સામેના ભાગે છે.

ઘેલાનદી (ઉન્મત ગંગા)
આ ચિત્રમાં ઉન્મત ગંગાનું સૌથી પવિત્ર સ્નાન છે. શ્રીજી મહારાજ ૨૮ વર્ષ પર્યત ગઢડાને પોતાનું ઘર માનીને રહ્યાં તેમાં નિત્ય પાંચસો પરમહંસો તથા સખા અને હરિભકતો સાથે અહીં સ્નાન કરવા પધારતા. અને લીલાઓ અહીં કરેલી છે, અનેક ચમત્કારો બતાવેલા છે.

શ્રાધ્ધ કુટિર
આ શ્રાદ્ધકુટિર ઘેલાનદીના કાઠે આવેલ છે. અહી શ્રી ગોપીનાથજી દેવ મંદિરની પાવતી મેળવીને નારાયણ બલી, તીર્થશ્રાદ્ધ, પિતૃતર્પણ, અસ્થિવિસર્જન તથા દરેક પ્રકારની શ્રાદ્ધવિધિ અને ધાર્મિક કર્મકાંડ કરવામાં આવે છે.

સ્મૃતિ મંદિર (લક્ષ્મીવાડી)
શ્રીજી મહારાજના સમયમાં અહી તુલસીનું વન હતું અને શ્રીજી મહારાજ તે અતિપ્રિય હતું અહીં જ નિત્યાનંદ સ્વામીનું આસન હતું આ જગ્યાએ શ્રીજી મહારાજનો અગ્નિસંસ્કાર કર્યો હતો. ત્યાં આ સ્મૃતિ મંદિર છે. આ સ્થાન જગન્નાથપુરી સમાન છે.

શ્રી ઇચ્છારામજી,શ્રી સહજાનંદ સ્વામી,શ્રી રઘુવીરજી મહારાજ
આ ચિત્રમાં લક્ષ્મીવાડીમાં જયાં શ્રીજી મહારાજનો અગ્નિસંસ્કાર કર્યો હતો તે જગ્યાએ સ.ગુ.નિત્યાનંદસ્વામિએ મંદિર બાંધ્યું છે તેમાં આચાર્ય શ્રી વિહારી લાલજી મહારાજે સંવત ૧૯૪૯ ફાગણ વદ-૧ના રોજ શ્રી ઇચ્છારામજીભાઇ, શ્રી સહજાનંદ સ્વામી, શ્રી રઘુવીરજીમહારાજની મૂર્તિઓ પધરાવી છે.

ચરણાર્વિંદ
આ ચરણાર્વિંદ નીચે શ્રીજી મહારાજના અસ્થિ છે. તેની ઉપર સ.ગુ.નિષ્કુળાનંદસ્વામીએ ચરણાર્વિંદ બનાવીને પધરાવ્યા છે. જેમાં શ્રીજી મહારાજના પ્રસાદીના પથ્થરા પર સમુદ્રિક શાસ્ત્રોમાં વર્ણવેલા સોળે ચિહ્નનાં દર્શન થાય છે.

માણકીઘાટીનો ઓટો
ભગવાન શ્રીસ્વામિનારાયણની માણકી ઘોડી ગરુડજીનો અવતાર મનાય છે. મહારાજ સ્વધામ પધાર્યા ત્યારથી અન્ન-જળ મૂકી લઇ શ્રીજી મહારાજના તેરમાના દિવસે જ માણકી ઘોડીએ પ્રાણ ત્યાગ કરી દીધો તે માણકીનો આ ઓટો છે.

મોટીબાનો ઓટો
આ ચિત્રમાં મહારાજનો પ્રસાદીનો જામો, સુરવાળ, ટોપીઓ વગેરે છે. શ્રીજી મહારાજ જુદા જુદા ઉત્સવો ઉપર આવા વસ્ત્રો ધારણ કરતાં તે વસ્ત્રો ધારણ કરીને હરિભકતોને પ્રસાદી તરીકે આપ્યાં હતાં તે આનંદ ભુવનમાં પધરાવ્યા છે.

શ્રીનિષ્કૃળાનંદ સ્વામીની ઓરડી
લક્ષ્મીવાડીમાં પ્રસાદીની આ ઓરડી સ.ગુ.નિષ્કુળાનંદ સ્વામીએ બાંધેલી છે. શ્રીજી મહારાજ બપોરે અહીં પોઢતા, નિષ્કુળાનંદ સ્વામીએ “ભકતચિંતામણી” આ સ્થળે લખી હતી. અને શ્રીજી મહારાજની અંતર્ધાનલીલા વખતે તે વિમાન અહી મૂકવામાં આવ્યું હતું.

બોરસલીનું વૃક્ષ
શ્રીજી મહારાજે ભકિતબાગમાં અનેક વાર પધારીને ચમત્કારો બતાવ્યા છે. દાદાખાચરે રીજી મહારાજને પ્રાર્થના કરી કે જેટલીવાર જગ્યામાં ફરતા આંટો મારો તેટલી જગ્યા મંદિરના નિર્વાહ માટે તમને અર્પણ કરવી છે. આથી શ્રીજી મહારાજે જેટલી જગ્યામાં આંટો માર્યો તેટલી જમીન અર્પણ કરી, જમીન અર્પણ કરેલી તેનો દસ્તાવેજ આ જગ્યા ઉપર કરેલો, તે જગ્યાએ આ ઓટો કરાવ્યો છે બાજુમાં શ્રીહરિએ પધરાવેલા શ્રી અભયેશ્ર્વર મહાદેવજી છે.
મુખ્ય ગેટ (પ્રવેશ દ્વાર)
આ દરવાજો ગઢપુર મંદિરનું મુખ્ય પ્રવેશદ્વાર છે. આ દરવાજો આચાર્ય પ્રવર શ્રી રઘુવીરજી મહારાજની આજ્ઞાથી સ.ગુ.મોટા યોગાનંદસ્વામીના શિષ્ય સ.ગુ.સ્વ.રઘુનાથચરણદાસજી એ બનાવરાવ્યો છે.

બેઠક
લક્ષ્મીવાડીમાં અહી શ્રીજીમહારાજ હરિભકતોની સભા કરીને બિરાજતા. અહીં ડભોણીઓ આંબો હતો. તેની નીચે શ્રીહરિએ ગઢડા મ. ૧૦, ૨૧ (બીજી સભા) ૩૯ આદિ વચનામૃતોનું પાન કરાવ્યું છે. અહીં દાદા ખાચરને શ્રીહરિના અગ્નિ સંસ્કાર વખતે વિરહ થયો ત્યારે શ્રીજી મહારાજે ગુલાબનો હાર પહેરાવ્યો હતો.