પરિવર્તિની (વામન) એકાદશી (ભાદરવા સુદ-૧૧)

હે કેશવ ! ધર્મરાજા બોલ્‍યા, હવે મને ભાદરવા માસના શુકલ પક્ષની એકાદશીનો મહીમાં જણાવો.
હે અજાતશત્રુ, ભગવાન શ્રી કૃષ્‍ણે કહ્યું : “ભાદરવા એકાદશી જયંતી એકાદશી તથા વામન એકાદશી પણ શહેવામાં આવે છે, એ એકાદશીએ ભગવાન વિષ્‍ણું પડખું ફેરવે છે એટલે એને પરિવર્તિની એકાદશી પણ કહેવામાં આવે છે અને તેની કથા હું કહું છું તે તમે સાંભળો. પૂર્વે બલીરાજા નામનો એક દાનવ થઇ ગયો. તે દાની, સત્‍યવાદી અને બ્રહ્મણોની સેવા કરવાવાળો હતો. તે સાદય તપ, યજ્ઞ, હોમ, હવન અને પૂજન કરતો. તે મારો પરમ ભકત હતો અને મારી પૂજા પણ કરતો હતો, પોતાની ભકિતના પ્રભાવે તેપે સ્‍વર્ગનું રાજય પ્રાપ્‍ત કરેલું, એટલે દેવો માટે તે શત્રુરુપ હોવાથી દેવાતાઓએ મને તેના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી એટલે મારે વામનરુપે તેને છેતરવો પડયો. હું તેના આંગણે ભીક્ષા માંગવા ગયો. મેં તેની પાસે ત્રણ ડગલા પૃથ્‍વી માંગી અને તેપે તે આપવા સંકલ્‍પ કર્યો. મેં મારું વિરાટ સ્‍વરુપ ધારણ કર્યું. મારો પગ ભૂલોકમાં, જાંઘો ભુવન લોકમાં, કમર સ્‍વર્ગલોકમાં, પેટ મહાલોકમાં, હદય જનલોકમાં, કંઠ તપલોકમાં અને સુખ સત્‍યલોકમાં ! મારુ આવુ સ્‍વરુપ જોતાં બધા દેવો મારી સ્‍તુતિ કરવા લાગ્‍યા મે એક ડગલાથી પૃથ્‍વી અને બીજાથી ત્રિલોક માપી લીધું પછી ત્રીજુ ડગલું કયા મૂકવું તે પૂછયું. ત્‍યારે મારા પરમ ભકત બલિએ પોતાનું મસ્‍તક મારા ચરણોમાં મૂકી કહ્યું : હે જગતપતિ ! આપ ત્રીજું ડગલુ મારા મસ્‍તક પર મૂકો અને મે મારો પગ તેના માથા પર મુકી તેને હું પાતાળમાં લઇ ગયો. ત્‍યા તે મારા શરણે આવ્‍યો. ત્‍યારે મે કહ્યું, હે રાજન ! તારી ભકિતીથી હું અત્‍યંત પ્રસન્‍ન થયો છું. તારે જે જોઇએ તે માંગ.
ત્‍યારે બલિ રાજાએ હાથ જોડીને કહ્યું 
: “રાજન્ ! હું સદાય તારી પાસે રહીશ. મે આ કાર્ય ભાદરવા સુદ અગિયારસના દિવસે કરેલું તે દિવસથી મારી એક મૂર્તિ બલીરાજા પાસે ને બીજી ક્ષીણસાગરમાં છે, હે ધર્મ રાજા !  એ પવિત્ર એકાદશીના દિવસે મેં આ કાર્ય ક્યું હોવાથી એકાદશી કરનારને તથા તેનું મહાત્‍મ્‍ય ભકિત પૂર્વક સાંભળનારને હજાર અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ એકાદશીના દિવસે દહીંનું, રુપનું અને ચોખાનું દાન કરનાર સમસ્‍ત પાપોથી મુકત થઇ સ્‍વર્ગલોકમાં જાય છે.