સ.ગુ.સ્‍વામી બ્રહ્માનંદજી

બ્રહ્માનંદ સ્‍વામી મોટા ગુણનિધિ, જેણે છંદ આદિ કવિતા કીધી,
ત્‍યાગા પંચવિષે અસાર, હરિની ભકિત કર્યામાં પ્‍યાર.
(નંદમાળા – મંજુકેશાનંદજી)

          સ.ગુ. બ્રહ્માનંદ સ્‍વામીએ પોતાના જીવન વિષયક માહિતી પોતાના સ્‍વરચિત્ર છંદમાં આ મુજબ વર્ણવેલ છે.

જ્ઞાતિ ચારણ ઓડક આંશિયુંકી, આબુ છાંય ભયો ખાણ ગામમેજી  l
તાકે નામ શંભુદાન તાતહુકો, માતા લાલુબાઇ ધર્યો ઠામમેજી  ll
લાડુ મેટકે શ્રીરંગ નામ ધર્યો, દોઉ લીન બ્રહ્માનંદ નામમેજી  l
ચિત્તધાર સહજાનંદ સ્‍વામી છબી, જગજીત ગયો નિજધામમેજી  ll
(બ્રહ્મવિલાસ)

જન્‍મ – રાજસ્‍થાન રાજયના ડુંગરપુર તાલુકાનું ખાણ ગામ
જન્‍મ સમય – સંવત ૧૮૨૮, મહા સુદ પ, શનિવાર, તા. ૮/૨/૧૭૭૨
પૂર્વાશ્રમનું નામ – લાડુદાન
પિતાનું નામ – શંભુદાસ
માતાનું નામ – બાશ્રી લાલુબા

          સ.ગુ. બ્રહ્માનંદ સ્‍વામીના જીવનવિષયક વિવિધ પુસ્‍તકો પ્રકાશીત થયેલ હોઇ તેથી તે વિષયક વિશેષ માહિતી અત્ર આપી નથી.

સંપ્રદાસયના સાહિત્‍ય નિર્માણમાં અદ્વિતીય ફાળો આપનાર સ.ગુ. બ્રહ્માનંદ સ્‍વામીએ મંદિર નિર્માણ કાર્યમાં પણ અવિસ્‍મરણીય સેવાકાર્ય કરેલ છે. વડતાલ, જૂનાગઢ અને મૂળી એ ત્રણ ગામોમાં બ્રહ્માનંદ સ્‍વામીએ વૈકુંઠ, ગોલોક અને બ્રહ્મધામ સમાન ત્રણ મંદિર વિકસિત કમળાકાર છે. આ મહામંદિરમાં અનેક સ્‍થભો હોવા છતાં કોઇપણ સ્‍થભને સ્‍થંચવેધ દોષ સ્‍પર્શતો નથી. જે સ્‍વામીશ્રીજી શિલ્‍પકળાની આગવી સૂઝ દર્શાવે છે. તે જ રીતે દેવ પ્રતિષ્‍ઠા પરત્‍વે વિચારીએ તો પધ્માકાર મંદિર જ લક્ષ્‍મીનારાયણદેવની પ્રતિષ્‍ઠા માટે ઉત્તમ છે. નારાયણનું અને લક્ષ્‍મીજીનું પ્રીય આસન કમળ છે અને તે બન્‍નેના કરકમળમાં શોભાયમાન પધ્મ હોય છે અને એથી જ નારાયણનુ એક પધ્મી છે અને લક્ષ્‍મીજીનું એક નામ પધ્મા છે. આથી જ પધ્મી અને પધ્માનું નિવાસ સ્‍થાન પધ્માકાર હોય છે એ જ શાસ્‍ત્રની દ્રષ્‍ટીએ ઉતમ છે.

          જૂનાઢમાં પરમ તીર્થ દામોદરજીના મંદિરથી ગીરનાર તરફ જતા બ્રહ્મેશ્ર્વર મહાવેદનું મંદિર છે. આ મંદિરના દેવદર્શન કરીને શ્રીહરિ તે મંદિરના બાંધકાનું નિરિક્ષણ કરતા હતા. એ સમયમાં બ્રહ્માનંદ સ્‍વામીને શ્રી હરિએ કહ્યું કે, “સ્‍વામી ! આ મંદિરનું શિખર જેવું છે એવા શિખરોવાળું મહામંદિર આપણે આ ગામમાં કરવું છે.”શિલ્‍પશાસ્‍ત્રના નિયમો અને શ્રી હરિની આજ્ઞાને અનુસારે બ્રહ્માનંદ સ્‍વામીને જૂનાગઢમાં શિખરબદ્ધ સુંદર મહામંદિર કર્યું. આ મંદિરમાં નિજમંદિરના ગર્ભગૃહની, દ્વારની, શિખરોની, ઘુમ્‍મટની લંબાઇ, ઉંચાઇ, પહોળાઇ વગેરે શિલ્‍પકાર્ય શિલ્‍પશાસ્‍ત્ર અને વાસ્‍તુશાસ્‍ત્રના નિયમો પ્રમાણે કરાયું છે. સર્વપ્રકારે ઉત્તમ ફળદાયક દેવોની અમીદ્દષ્ટિ નિરંતર ઉત્તરદિશામાં જ રહે એવા ઉત્તરાભિમુખ આ દેવમંદિરની વિશાળતા અને ભવ્‍યતા સેવકો, દર્શકોને સર્વપ્રકારે વિશાળ અને ભવ્‍ય ગવાની પ્રેરણા આપે છે.

          વડતાલ, જૂનાગઢની માફક શિલ્‍પસ્‍થાપત્‍યકળાના ઉત્તમ નમૂનારુપ મૂળી ઇષ્ટદેવસ્‍વરુપે નિરખીને, અનુભવીને તેની સેવા, પૂજા, ઉપાસના કરીને એક જ બ્રહ્મની ત્રિવિધ ઉપાસના કરનાર બ્રહ્મમુની ખરેખર બ્રહ્મની મહાવિભૂતિ સમાન હતા.

          અસ્તિત્‍વ, સ્‍વરુપ, સ્‍વભાવ, ગુપ, આકૃતિ, સંબંધ, ક્રીયા વગેરેથી જે તત્‍વ સર્વદા સર્વથી સર્વથા મહાન છે તે તત્‍વને બ્રહ્મ કહે છે જેમકે – (૧) ઉત્તમ જ્ઞાતિમાં જન્‍મ (૨) મહત્ત વિદ્યાભ્‍યાસ (૩) વિવિધ ભાષામાં વિવિધ રાગ-રાગિણીમાં મહાત્ત પંદ્યરચના (૪) શિરખબદ્ધ મહત્ત (મોટા) મંદિરોની રચના (પ) સંગીત વિદ્યામાં પ્રાવિણ્યરુપ મહત્ત સિદ્ધિ, પ્રસિદ્ધિ (૬) વિવિધ વિદ્યાઓનું મહત્ત (વ્‍યાપક) અધ્‍યયન, અદ્યાપન (૭) દીન, દુઃખી, નિરાધાર વ્‍યકિતઓનું પાલનપોષણ, સંસ્‍કાર સિંચન વગેરે વિવિધ ગુણોના મહાસાગરરુપ બ્રહ્માનંદ સ્‍વામીનું આદર્શજીવન બ્રહ્માના આનંદથી ભરપુર હતું.

          વિવિધ પ્રકારે હાસ્‍યરસ પીરસીને ભગવાન અને ભગવાનના ભકતોને બ્રહ્માનંદનો વિવિધ અનુભવ કરાવનાર કવિવર સ.ગુ. બ્રહ્માનંદ સ્‍વામી સંવત ૧૮૮૮ના જેઠ સુદ ૧૦ ને શુક્રવાર તા. ૮/૬/૧૮૩૨ના રોજ મૂળીમાં અક્ષરવાસી થયા. આવા વિરલ સંતવર્યના ચરણકમળમાં કોટિકોટિ વંદન.