સ.ગુ.સ્‍વામી નિત્‍યાનંદજી

નિત્‍યાનંદસ્‍વામી મોટા જ્ઞાનવાન, જેને હરિભકિત કર્યાનું તાન l
હરિની આજ્ઞા વિષે દ્દઢ રહ્યા, જેને હરિએ વ્‍યાસ મુનિ સમ કહ્યા ll
ભણ્યા ષટ્શાસ્‍ત્ર અઢાર પુરાણ, સર્વના અર્થને જાણે સુજાણ  l
જેણે હરિ આગળ વાંતી કથાય, સુધી હરિ આપ મગન બહુ થાય  ll
(નંદમાળા – મંજુકેશાનંદજી)

જન્‍મભૂમિ – ઉત્તરપ્રદેશ રાજયના લખનઉ તાલુકાનું દત્તિયા ગામ
જન્‍મ સમય – સંવત ૧૯૪૯ ચૈત્ર સુદ ૯ ગુરુવાર, તા. ૨૧/૩/૧૭૯૩
પૂર્વાશ્રમનું નામ – દિનમણિ
પિતાનું નામ – વિષ્‍ણુ શર્મા
માતાનું નામ – વિરજાદેવી

          નિત્‍યાનંદ સ્‍વામીના જીવનવિષયયક વિવિધ પુસ્‍તકો પ્રકાશીત થયેલ હોઇ તેથી તે વિષયક વિશેષ માહિતી અત્ર આપી નથી.

          પૂર્વના મુમુક્ષુ એવા દિનમણિ શર્માને સંવત ૧૮૬૨ની સાલમાં સૌપ્રથમ શ્રી હરિના દર્શન ઉંઝા ગામમાં થયા. શ્રી હરિના ઐશ્ર્વર્યપ્રતાપ અને સંતોના સમાગમથી સંસારસુખથી વિરકત થયેેલા દિનમપિ શર્માએ સંવત ૧૮૬૩ની સાલમાં મેઘપુર ગામમાં શ્રી‍હરિ પાસેથી ભાગવતી દીક્ષાનો સ્‍વીકાર કર્યો. શ્રીહરિએ તેમને દીક્ષા આપેને નિત્‍યાનંદ સ્‍વામી એવું નામ રાખ્‍યું.

          નિત્‍યાનંદ સ્‍વામીએ સંસ્‍કૃત ભાષામાં “શ્રીહરિ દિગ્વિજય” નામનો ગ્રંથ લખેલ છે. આ ગ્રંથની શરુઆતમાં તેણે શ્રીકૃષ્‍ણ અને ઉદ્ધવજી દ્વારા આ ઉદ્વવ સંપ્રદાયની શરુઆત કેવી રીતે થઇ થેનું નિરુપણ વ્‍યવસ્થિત અને સવિસ્‍તાર કરેલ છે. હરિપ્રસાદ પાંડે અને આઠ વર્ષના તેના પુત્ર શ્રી ઘનશ્‍યામે કાશીના પંડીતો સાથે શાસ્‍ત્રાર્થ કરીને વિશિષ્‍ટાદ્વૈત સિદ્ધાંતનું જે નિરુપણ કરેલ છે તે નિરુપણમાં નિત્‍યાનંદ સ્‍વામીનું પાંડિવ વિશિષ્‍ટ સ્‍વરુણે પ્રગટ થાય છે. આ પ્રકારનું નિરુપણ આ સંપ્રદાયના ગ્રંગોમાં સર્વપ્રથમ નિત્‍યાનંદ સ્‍વામીએ જ કરેલ છે. શ્રી હરિદિગ્વિજયના ઉલ્‍લાસ ૯, ૧૦ વાંચકો માટે રસ ઉપજાવે તેવા છે. તેમજ ઉ.૧૨ માનું કરુણાસર નિરુપણ તથા ઉ.૨૩,૨પ,૨૮ ના શાસ્‍ત્રાર્થ પણ વાંચકો માટે રસપ્રદ બની રહે છે. તે જ રીતે ૪૪ માં વડોદરાના વિદ્વાનોના પ્રશ્ર્નોના સમાધાન માટે જે પ્રમાણો આપેલ છે. તેમાં સ્‍વામીશ્રીએ જે પ્રયાસ કરેલ છે તે સ્‍વામીશ્રીજી વિદ્વતાનું ઘોતક છે. તદુપરાંત “શાંડિલ્‍ય ભકિતસૂત્ર”પરત્‍વે સ્‍વામીશ્રીએ લખેલ સંસ્‍કૃત વ્‍યાખ્‍યા પણ વાંચવાલાયક છે.

          સ્‍વામીશ્રીએ કેટલાક સંસ્‍કૃત ગ્રંથોનું ગુજરાતી ભાષાંતર કરેલ છે. આજથી બસ્‍સો વર્ષ પહેલા સ્‍વામીશ્રીએ જે ગુજરાતી ભાષાંતર કરેલ છે. તે ગુજરાતી ભાષાંતર વાકય રચના, શબ્‍દપ્રયોગ, સંસ્‍કૃત શબ્‍દો, વાકયો, ક્રિયાપદોનો યથાર્થ અને વ્‍યવસ્થિત અનુવાદ તથા શ્ર્લોકના પદો, ક્રિયાપદો અને વાકયોમાં અર્થોની અપૂર્ણતાને પૂર્ણ કરવાની સ્‍વામીશ્રીની ભાષાંતર પદ્ધતિ વગેરે અનુપમ અને યથાર્થ રીતે રાખીને તે શાસ્‍ત્રને અનુસારે સ્‍વસાંપ્રદાયિક સિ‍દ્ધાંતોનું નિરુપણ કરવાની સ્‍વામીશ્રીની ભાષાંતર શૈલી આશ્ર્ચર્યકારક છે.

          વ્‍યાસજીના અવતાર સમાન વિદ્વતવર્ય સ.ગુ.નિત્‍યાનંદ સ્‍વામી સંવત ૧૯૦૮ના માગસર સુદ ૧૧ ને ગુરુવાર, તા.૪/૧૨/૧૮પ૧ના રોજ પંચભૌતિક દેહનો ત્‍યાગ કરીને વડતાલમાં અક્ષરવાસી થયા.