સ.ગુ.સ્‍વામી શુકાનંદજી (શુકમુનિ)

‘શુકમુનિ શાસ્‍ત્ર વેતા સુજાણા’
(નંદમાળા-મંજુકેશાનંદજી)

જન્‍મભૂમિ – જામનગર ડભાણ
જન્‍મ સમય – સંવત ૧૮પ૬
પૂર્વાશ્રમનું નામ – જગન્‍નાથ
જ્ઞાતિ – વિપ્ર
માતાનું નામ – સદાબા

          વિપ્ર જ્ઞાનિમાં જન્‍મેલા શુકાનંદ સ્‍વામીનું બાલ્‍યજીવન ડભાણ ગામમાં જ વ્‍યતીત થયેલું. તેમનું પૂર્વાશ્રમનું નામ જગન્‍નાથ હતું તેણે ગુજરાતી અને સંસ્‍કૃત ભાષાનું પ્રાથમિક જ્ઞાન ડભાણમાંજ પ્રાપ્‍ત કરેલું. સત્‍સંગસઓ અને સંતોના સહવાસથી સત્‍સંગ રંગે રગાયેલ બાળક જગન્‍નાથ ડભાણ આવેલા કોઇપણ સાધુસંતોની સેવા શ્રદ્ધાથી કરતા.

          એક વખત શ્રીહરિ ડભાણ પધારેલા અને ત્‍યાંના વિદ્વાન વિપ્ર પાસે શ્રમદ ભાગવતની કથા વાંચાવી. તે કથામાં શ્રીહરિ તે વિપ્રને પ્રશ્ર્ન પૂછતા અને કથાકાર વિપ્ર શ્રીહરિના પ્રશ્ર્નનો ઉત્તર આપતા. આ દ્દશ્‍ય જોઇને જગન્‍નાથ વિપ્રને વિચાર થયો કે હું પણ અભ્‍યાસ કરીને વિદ્વાન બનું અને શ્રીહરિની સમક્ષ કથા વાંચુ શ્રીહરિ મને પ્રશ્ર્ન પૂછે અને હું તેનો ઉત્તર કરું. પોતાનો આ શુધ સંકલ્‍પ સફળ થાય તેને માટે તેણે પરમાત્‍માની પ્રાર્થના પણ કરી.

          શ્રીહરિના દર્શન સેવા સમાગમથી તીવ્ર ઇચ્‍છાવાળા બાળક જગન્‍નાથ ગઢપુર જવા માટે ,ોતે એકલા જ ઘેરથી ચાલી નીકળ્યા. એ સમયમાં તેની ઉંમર આશરે પંદર વર્ષની  હતી. બે-ચાર દિવસે તે ગઢપુર નજીક પહોંચ્‍યા. એ સમયમાં શ્રીહરિને પોતાના પાર્ષદને કહ્યું કે, “અમારા દર્શન, સેવા-સમાગમ કરવા શુકદેવજી આવે છે તેનું સ્‍વાગત કરીને આદરપૂર્વક તેને લઇ આવીએ.” એમ કહીને પોતાના પાર્ષદો સહિત શ્રીહરિ ગઢપુરથી રાધાવાવ આવીતે વિશ્રાંતિ લીધી. પોતાના પાર્ષદોને શ્રીહરિએ કહ્યું કે, “અહી હું વિશ્રાંતિ કરું છું.” તમે આગળ જાઓ અને શુકદેવજી મળે કે તરત તેને આદરપૂર્વક અહીં લાવો.

          શ્રીહરિની આજ્ઞા મુજબ પાર્ષદો આગળ ગયા. એકાદ-બે કિલોમીટર દૂર ગયા પરંતુ શુકદેવજી કે તેના જેવા કોઇ સંત તેઓને મળ્યા નહીં તેથી પાર્ષદો નિરાશ થઇને પાછા વળ્યા. આ બાજુ કાળ જગન્‍નાથ ચાલતા ચાલતા રાધાવાવ સમીપમાં પહોંચ્‍યા. થોડીવાર વિશ્રાંતિ લેવા વાડીમાં પ્રવેશ કર્યો.તે સમયે ત્‍યાં વિશ્રાંતિ લેવા બેઠેલા શ્રીહરિના તેને દર્શન થયા. તેથી આનંદિત થયેલા જગન્‍નાથ શ્રીહરિને દંડવત કરવા લાગ્‍યા. જગન્‍નાથને જોઇને શ્રીહરિ તરત જ ઊભા થયા. આદરપૂર્વક તેમને ભેટયા અને કહયું કે, “જગન્‍નાથ તમે આવ્‍યા ! બહું સારું ગયું.” અમે કહીને પોતાની પાસે બેસાડયા અને કુશળ સામાચાર પૂછયા. શુકદેવજી (જગન્‍નાથ)ને લેવા ગયેલા પાર્ષદો પાછા આવ્‍યા અને મહારાજને કહ્યું કે, “મહારાજ ! અમે તો ઘણે દૂર સુધી ગયા પરંતુ અમેન રસ્‍તામાં કોઇ સંતપુરુષ કે યોગી મળ્યા નહીં એથી અમો પાછા આવ્‍યા છીએ.” મહારાજે મંદમંદ હસીને કહ્યું કે હું જેને શુકદેવ કહેતો હતો એ જ આ શુકદેવ છે. મહારાજના મુખથી જગન્‍નાથનો પરિચય જાણી બધાજ આશ્ર્ચર્ય પામ્‍યા અને આદરપૂર્વક તેઓએ જગન્‍નાથનું અભિવાદન કર્યું. આ રીતે શ્રીહરિ આદરપૂર્વક જગન્‍નાથને ગઢપુર લાવ્‍યા અને પોતાની પાસે રાખ્‍યા.

          જગન્‍નાથ વિપ્ર જ્ઞાતિના હોવાથી વિપ્ર જ્ઞાતિના બ્રહ્મચારી સિવાય અન્‍યના ભોજનપાણી તેને લઇ શકાય જ નહીં. આ કારણથી શ્રીહરિએ તેને સર્વપ્રથમ મુળજી બ્રહ્મચારી વગેરે બ્રહ્મચારીઓ સાથે રહેવું, જમવું વગેરે વ્‍યવસ્‍થા કરકી. થોડો સમય પાર્ષદ તરીશે રહીને તેમણે બ્રહ્મચારીઓની સેવા કરી. એક દિવસ મુળજીબ્રહ્મચારીને તેણે કહ્યું કે, “મારે તો ત્‍યાગી થવું છે.” મુળજી બ્રહ્મચારીએ શ્રીહરિને કહીને તેમને બ્રહ્મચારીની દીક્ષા અપાવીને ગોવિંદાનંદ બ્રહ્મચારી નામ આપ્‍યું.